કંસારા જ્ઞાતિની ઉત્પત્તિ અને ઈતિહાસ લેખાંક - ૨ (છેલ્લો)
ધાતુના વાસણો બનાવવાની કળા ભગવાન શિવની આજ્ઞાાથી વિશ્વકર્માએ શીખવેલી
ગુજરાત સિવાય બીજા પ્રદેશોમાં કંસારાઓ કયા કયા નામે ઓળખાય છે?
સોનકંસારી ભાણવડ નજીકના સુપ્રસિદ્ધ ધુમલી ડુંગર પર ચડતાં વચ્ચેથી ફંટાતી એક કેડી જાણે પ્રાચીન સમય તરફ લઇ જતી હોય તેવું લાગે છે. અહીં બરડામાં આવેલા સોનકંસારીના પૌરાણીક સ્થાપત્યો એટલે નાના-મોટા મંદિરોનો એક સમુહ જે સાતમી સદીથી માંડી નવમી સદી સુધીમાં નિર્માણ પામ્યા હતાં. આ સમયગાળો મૈત્રકકાલીન અને સેંધવકાલીન ગણાય છે તે સમયમાં પથ્થરોને કંડારી જીવંત કરવાનું કાર્ય અત્યંત જટિલ રહ્યું હશે જે ખરેખર કાબિલેદાદ છે. સમય વીતતા આ કલાત્મક મંદિરો ભગ્ન થવા લાગ્યા છે. અમુક તો માત્ર પથ્થરોના ઢગ બની વેરાઇ રહ્યા છે. પ્રસ્તુત દ્રશ્યમાં સોનકંસારીના શિખર પર ફુટી નીકળેલી લીલીકુણી ડાળીઓએ જાણે કૃષ્ણના મોરમુકુટ જેવો કલાત્મક ઓપ આપ્યો હોય તેવું જોઇ શકાય છે.
કંસારા જ્ઞાાતિના ઈતિહાસમાં એમના વંશજ સહસ્ત્રાર્જુન રાજવી હોવાનું એમના વિષેનો જે ગ્રંથ કાલિકાપુરાણ છે એમાં મળે છે. એ રાજવીની કથા આવી છે.
વિશ્વામિત્રથી અપ્સરાઓ ઉર્વશી, મેનકા, રમ્ભા અને જાલપંચીને અનુક્રમે શ્વતાક્ષી, શ્વેતમાલા, ચંદ્રાસ્યા અને ચંદ્રિકા એમ ચાર કન્યાઓ જન્મે છે જે જમદગ્નિના આશ્રમમાં મોટી થતી હોય છે. રાજા સહસ્ત્રાર્જુન જમદગ્નિ પાસે આ કન્યાઓના હાથની માગણી કરે છે, જે જમદગ્નિ માન્ય રાખી ચારે કન્યાઓને તેની સાથે પરણાવે છે. એક વાર કાફલા સાથે શિકારે નીકળેલ રાજાને રેણુકાની સલાહથી લાવલશ્કર સાથે જમવાનું નિમંત્રણ આપે છે. રાજા ત્યાં કામધેનુ ગાય જૂએ છે, તેની માંગણી કરે છે પણ જમદગ્ની તે ગાય ઈન્દ્રની થાપણ હોવાથી રાજાને આપવાની ના પાડે છે. રાજા બળજબરીથી ગાયનું હરણ કરે છે. જમદગ્ની- રેણુકા હણાય છે જે પુત્ર પરશુરામને જાણ થતાં તે શૈવી અને ગાણેશ્વરી વિદ્યાઓ પ્રાપ્ત કરી સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરે છે. સહસ્ત્રાર્જુનના ૧૦૦૦ હાથ કાપવા છતાં ફરી ઊગે છે. ગણપતિની સલાહ મુજબ પરશુરામ રાજાના હૃદયમાં રહેલ અમૃત કૂપીનો નાશ કરી સહસ્ત્રાર્જુનને હણે છે.
પરશુરામ જ્યારે ગર્ભવતી રાણીઓના ગર્ભને હણનારું બાણ છોડવાની તૈયારી કરે છે ત્યારે રાજાની શ્વેતાક્ષી વગેરે ચાર ગર્ભવતી રાણીઓ ગર્ભને બચાવવા કરગરે છે. આ જન્મ થશે તે બાળકો ક્ષત્રિયની વૃત્તિ ન કરતાં વૈશ્યોની જ વૃત્તિ કરશે એવું કન્યાઓ પાસે વચન માગી ગર્ભોને જીવાડે ેછે. આ ચાર રાણીઓને જયન્ત, વિજય, વનમાળી અને જયદ્રથ એવા ચાર પુત્રો જન્મે છે. ઉમરલાયક થતાં તેઓ માતાની પાસેથી પોતાના પિતાના વધની વાત જાણી પરશુરામ પર વેર લેવાનો નિશ્ચય કરે છે. પરંતુ માતાઓ તેમને તેમન કરવા સમજાવે છે. છતાં પરશુરામને મારવાના આશયથી શિવનું તપ કરી પ્રસન્ન કરે છે. પરશુરામે સરસ્વતીને અવળી વાણી થવા વિનંતી કરી તેથી વરદાન માંગવા ચારે યુવાનો ''બાણે જયં દેહિ''ને બદલે ''વાણિજ્યં દે હિ'' એવું ઉચ્ચારે છે.
શંકર 'તથાસ્તુ' કહે છે. રાજ પુત્રો ભૂલ સમજાતાં દુઃખી થાય છે. શિવની આજ્ઞાથી વિશ્વકર્માનું આવાહન કરે છે. અને વિશ્વકર્મા પાસેથી કાંસાના વાસણો બનાવવાની કળા શીખે છે. વિશ્વકર્મા તેમને કાલિકાનો મંત્ર તથા ઓજારો આપે છે.
રાજપુત્રો ધાતુના વાસણો બનાવી ઊંટ પર લાદી વેપાર કરવા દક્ષિણમાં જાય છે. રસ્તામાં ''શંકર'' બ્રાહ્મણ મળે છે જે તેમને કાંચીપુર લઇ જાય છે. ત્યાં આ ચારેના નામ બદલી અનુક્રમે ઈન્દ્રસેન, રુદ્રસેન, ભદ્રસેન અને વીરસેન એવા બીજા નામ પાડે છે. આ ચારે જણા દુકાન ટખોલી વાસણો તથા દર્પણ ગોઠવે છે. કાંચીપુરના રાજાની કુંવરી ચંદ્રાસ્યાને દર્પણ ગમી જતાં લઇને ચાલવા માંડે છે. રાજપુત્રો તેના હાથમાંથી દર્પણ ઝૂંટવે છે. રાજાએ લશ્કર મોકલ્યું તેને રાજપુત્રોએ નાશ કર્યો. રાજાનો પુત્ર પણ કેદ થયો. છેવટે રાજા સમાધાન કરી ચારેને રહેવા મહેલ આપે છે. આ ચારે રાજપુત્રોની સેવામાં રાખેલા નાપિત (વાણંદ) પાસેથી તેમના મૃત્યુનું કારણ જાણી લઇ રાજા ચારેને મહેલમાં બોલાવી હજામત કરી, માલિશ કરાવે છે અને સ્નાન કરે તે પહેલાં પકડી લ્યે છે. અપવિત્ર સ્થિતિમાં ચારે કાલિકાનો મંત્ર ભણી શકે તેમ ન હોવાથી માતાજીની મદદ મળતી નથી. રાજા ચારેને હાથીના પગ તળે ચગદી નાખવાનો હુકમ આપે છે. તેમાં ત્રણને મારી નંખાય છે. ચોથા વીરસેનને મારવાના સમયે શંકર બ્રાહ્મણ ત્યાં ઉપસ્થિત થઇ વીરસેનને ઈશારાથી પાણી માગવા કહે છે. વીરસેને પાણી માંગતા શંકર બ્રાહ્મણ કમંડળમાં ગંગાનું આવાહન કરી વીરસેનને પ્રથમ નવડાવી પછી પાણી પીવડાવે છે. આમ પવિત્ર થયા બાદ વીરસેન કાલિકા મંત્ર જપે છે. માતાજી પ્રગટ થઇ લશ્કરનો નાશ કરે છે. માતાજી રાજાને બાંધે છે અને વીરસેનને ખોળામાં બેસાડી તેના પગ પાસે રાજાને બેસાડે છે. શંકર બ્રાહ્મણ માતાજી પાસે ત્રણ વરદાન માગે છે. (૧) વીરસેનનો વંશ વિસ્તારો (૨) વીરસેનની કુળદેવી બનો (૩) રાજાનું રક્ષણ કરો. માતાજી તથાસ્તુ કહે છે. વીરસેનનું નામ બદલી ધર્મપાલ રખાય છે. રાજાની પુત્રીના લગ્ન ધર્મપાલ સાથે થાય છે. ત્યાંથી ધર્મપાલ હરદ્વાર માતાઓ પાસે આવે છે અને માતાના મૃત્યુબાદ તે ત્ર્યંબાવતી (સ્તંભાવતી-ખંભાત) આવે છે. ત્યાંનો રાજા બને છે. ૩૫ દેશોની રાજકન્યાઓને પરણે છે. તેના સંતાનો કંસારાઓ કહેવાય છે. આ કંસારાઓના ૧૮ જૂથ બને છે. આ પોથીમાં કુલ ૩૦ અધ્યાયમાં ૨૪૦૮ શ્લોકમાં આ કથા વર્ણવેલ છે.
નાસિકવાળી પોથીના અધ્યાય ૧૫-૨૦નો સાર - રાહુને હણ્યા પછી વિષ્ણુ આરામ કરતા પહેલાં પોતાની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે લક્ષ્મીને સૂચના આપે છે કે કોઇ રાક્ષસ ઊંઘમાં ખલેલ પહોંચાડવા આવે તો તેને મારી નાખવો. વિષ્ણુ ઊંઘી જાય છે, ત્યારે સૂર્યનો પુત્ર ઘોડાનું રૃપ લઇ ત્યાં આવે છે, લક્ષ્મી તેને રાક્ષસ માની મારે છે પણ મરતા મરતા ''હરિ'' એમ ઉચ્ચારે છે તેથી વિષ્ણુ જાગે છે અને ઘોડાના વધથી ગુસ્સે થઇ લક્ષ્મીને શાપ આપે છે, ''તું પૃથ્વી પર ઘોડી તરીકે જન્મ પામી દક્ષિણમાં પંપા પાસે રહે.'' લક્ષ્મી વિષ્ણુને સામે શાપ આપે છે, ''તમે પણ કિષ્કિંધામાં સાપ બનશો. બાર વર્ષ મારી સાથે રહી ક્ષત્રિયોનું એક કુળ ુઉત્પન્ન કરશો.'' લક્ષ્મી ગોડી બની ક્રિષ્કિંધાના રાજા કુંભકર્ણ પાસે અને સંકર્ષણ બ્રાહ્મણ પાસે રહેતી હોય છે. ઘોડી ૧૧ વર્ષની થાય છે, વિષ્ણુ સાપ બની રાફડામાં રહે છે. આકસ્મિક રીતે ઘોડી સાપથી ગર્ભ વાળી થઇ તેથી એક પુત્ર અવતર્યો તે ''એકવીર'' જેણે ''અહિ'' અને ''હય'' એ બે નામવાળુ ''અહિહય'' (હૈહય) ગોત્ર સ્થાપ્યું. બાળકનો ઉછેર કલિંગ દેશમાં ગૌતમ મુનિ પાસે થાય છે. ગૌતમ આ બાળકને દત્તક વિધિથી વારાણસીના રાજા પુરૃરવાને સોંપે છે. એકવીર મહેન્દ્ર નામના રાક્ષસનો સંહાર કરે છે. અને ઈન્દ્રની જયન્તી વગેરે આઠ કન્યાઓને પરણે છે. જયન્તીનો પુત્ર તે કૃતવીર્ય. આ કૃતવીર્ય વરુણની પુત્રી હીરાવલીને પરણે છે. તેનો પુત્ર કાર્તવીર્ય થાય છે. તેના લગ્ન ઈન્દ્રદમન રાજાની કન્યા રાકાવતી સાથે થાય છે. કોઇ કારણસર ઉદ્દાલક ઋષિ રાકાવતીને શાપ આપે છે કે તેનો પુત્ર જન્મશે તે ઠુંઠો હશે. આ પુત્ર પૂર્વ જન્મમાં મધુ નામનો રાક્ષસ હતો. જેના હાથ વિષ્ણુએ કાપ્યા હતા અને પછીના ભવમાં ૧૦૦૦ હાથ થશે તેવું વરદાન આપેલું. આ પુત્ર વાને ગોરો હોઇ તેનું ''અર્જુન'' નામ પાડેલું જેને દત્તાત્રેયના આશિષથી ૧૦૦૦ હાથ પ્રાપ્ત થયેલા. કુલ ૩૦ અધ્યાયમાં ૨૩૯૮ શ્લોક છે.
ભારતના જુદા જુદા પ્રદેશોમાં કંસારાઓ માટે જુદા જુદા નામો પ્રચલિત થયા છે ઃ-
(૧) ગુજરાત... કંસારા
(૨) મારવાડ, ઉ.પ્રદેશ... કસેરા, ઠઠેરા (ઘડવાના ઠકઠક અવાજથી)
(૩) બંગાળ... કંસારી
(૪) મધ્યપ્રદેશ- વિદર્ભ... કાંસાર
(૫) મહારાષ્ટ્ર... તાંબટ
(૬) મૈસુર... કંચુગર, ગજ્જેગર, બોગાર, ભરાવા
(૭) તામીલનાડુ... કમ્માલર
(૮) આંધ્ર... કંસાલ, પાંચાલ
બનારસી કંસારાઓમાં પુરબિયા, પછવાન, ગોરખપુરી, ટાંક, તાંચરા (ઠઠેરા), ભરિઆ, અને ગોલર એમ સાત પેટા વિભાગ છે.
બંગાળી કંસારાઓમાં સપ્તગ્રામી અને મોમદાબાદી એવા બે મુખ્ય વિભાગો છે. જેમાં દાસ, પ્રામાણિક અને પાલ એવી અટકો છે.
દક્ષિણ ભારતમાં પાંચાલ એટલે પાંચ વર્ગ જેમ કે અગસાલ (સોની), બોગાર કે કંચુગાર, કમ્માર કે લોહાર, બદગી (સુથાર) અને કલ્લુકુતક (સલાટ) એવા પાંચ વિભાગો છે જેના કુલ ૧૬ પેટા વિભાગોની વિગતો જાણવા મળે છે. ગજ્જેગર કંસારાઓ નૃત્યાંગનાઓના ઝાંઝરની ઘુઘરી ઘડે છે.
નાસિકના કંસારાઓ મૂળ ચાંપાનેર- ગુજરાતમાંથી ત્યાં ગયા છે. તેઓ તાંબટ કહેવાય છે. મહમદ બેગડાએ ઈ.સ. ૧૪૮૪માં પાવાગઢ- ચાંપાનેર પર જય મેળવતા તેનું પતન થયું અને લગભગ ઈ.સ. ૧૫૧૦ આસપાસ કંસારાઓ ત્યાંથી નીકળી ખાનદેશના નિઝર ગામે વસ્યા તેથી નિઝરીઆ કહેવાયા. ત્યાંથી એક સમુદાય ઓઝર ગામે ગયું તે ઓઝરીયા કહેવાયા.
આ ઉપરાંત પુસ્તકમાં ઉ.ગુજરાત, મધ્ય ગુજરાત, સુરત વિ. વિભાગના જુદા જુદા ગોળ, જ્ઞાાતિ, રીવાજો વગેરેની વિસ્તૃત માહિતી ઉપલબ્ધ કરાવાઇ છે.
સાંપ્રત સમયમાં કંસારા સમાજની વ્યવસાયિક તેમજ આર્થિક પરિસ્થિતિ.
કંસારા સમાજનો પરંપરાગત વ્યવસાય તો તાંબા- પિત્તળના વાસણોને ઘડવા, રીપેર કરવા તથા વેંચાણ કરવાનો છે, પરંતુ સાંપ્રત કાળમાં આ વ્યવસાયને જાળવી રાખવો કઠીન બન્યો છે. અને તેને કારણે સમગ્ર સમાજના લોકોનું અર્થતંત્ર ડામાડોળ બન્યું છે જેનું મુખ્ય કારણ છે સ્ટીલના વાસણો. જ્યારથી સ્ટીલના વાણસોનો વપરાશ વધ્યો છે ત્યારથી તાંબા પિત્તળના વાસણો નામશેષ બન્યા છે. સ્ટીલના વાસણોના ભંગારની ઉપજ નહિવત હોય છે. તાંબા પિત્તળના જુના વાસણોનો ભંગાર ખરીદી તેમજ સામે નવા માલ વેંચાણ બન્નેમાંથી વેપારીઓને મળતર રહેતું. અગાઉ જે દિપાવલી જેવા તહેવારોએ કે પુષ્યનક્ષત્ર જેવા શુભ ચોઘડિયામાં વાસણોની ખરીદી થતી તેને સ્થાને ઈલેકટ્રોનીક આઈટમો જેવી અન્ય વસ્તુ ખરીદાય છે. ૪૦-૫૦ વર્ષ પહેલાં રીપેરના કારીગરની દુકાને રોજના ૧૫-૨૦ તપેલા બેડા જેવા વાસણો રીપેરમાં આવતા- આવા સીનીયર સીટીઝન કારીગરોને વ્યવસાય બદલી કરી ન્યુઝ પેપર ડીલીવરી જેવા સાધારણ કામથી આજીવિકા ચલાવવી પડે છે. બીજી તરફ લગ્ન જેવા પ્રસંગોએ વાસણો ભેટ દેવાની પ્રથા હતી તેને સ્થાને લગ્નપત્રિકામાં ''વાસણ પ્રથા બંધ છે'' આવા વાક્યો વાંચવા મળે છે.
કારખાનાઓમાં સ્ટીલના વાસણો બને છે તે ઉદ્યમમાં કંસારા સિવાયની ઈત્તર જ્ઞાાતિઓ ઉદ્યોગ કરતી થઇ છે. આમ કંસારા ઉદ્યોગ ભાંગતો જતો હોવાથી આ સમાજના યુવાનો અભ્યાસેત્તર- ઉચ્ચ શિક્ષણ મેળવી ઈજનેરો, ડોકટરો, સરકારી કે બેંકમાં સર્વિસ જેવા ઈત્તર વ્યવસાયમાં પ્રવૃત્ત થવાથી કાંસ્યકલા ભુલાતી જાય છે.
બ્રેકિંગ ન્યુઝ - મહાકાળીની કથા વર્ણવતી ''કાલી-ધ-વોરીયર ગોડેસ'' નામની ૩-ડી હિન્દી ફિલ્મ ટુંક સમયમાં ઉતરશે તેમાં ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન 'વાકા-વાકા' સોંગ ફેઇમ મશહુર પોપસિંગર શકીરા મહાકાળીની ભૂમિકા ભજવશે.

No comments:
Post a Comment