Sunday, 27 November 2011

Shakira approached by makers of Kali-the warrior goddess


Colombian singer Shakira has been approached by UK based film producer Karan Arora to star in a 3D VFX movie Kali-the warrior Goddess.
   
Arora told PTI that the singer of Hips don't lie and Waka Waka fame is "excited" about the role and is very keen to take up the project.
    
According to Arora, Shakira fits in the film pretty well. "We are fine tuning the association and it will be finalised after negotiations, paper work, documentation," he added.     

"The casting is still in the initial stages. We started pre-production little less than a year ago. The film will be set in the imaginary world and no timelines have been set. Hence, there will not be any real location in the film. It will be similar to James Cameron's Avatar but not as big,"
Arora said.
    
He denied the film has got anything to do with scriptures. "It's a fiction movie. Only the look, feel and fabric is inspired by Hindu Mythology. The story is different than what people may expect," he added.
    
Kali-the warrior Goddess will be directed by Simon Hunter with technicians from USA, UK and Research team from Kolkata to work on the look of the movie.
    
Arora who is the CEO of High Grounds Entertainment Ltd will produce the movie in association with noted sound recordist Walter Anderson.

Arora said "Kali" will not be typical song and dance movie. "One will not see Shakira as we are used to seeing her dance.The movie will not hurt anybody's sentiments," he added.     

The movie will go on floors in April next year and is slated for a 2013 release, he added.
    
Meanwhile, Arora said his other production Bhindi Bazar, the Dipti Naval-Manisha Koirala starrer is in the final stages of post production and will be released in November.
    
Arora's Picture Thoughts Production is also in the process of finalising two more projects Padosi and Let's Talk Love.
    
Padosi is set in 1949 in a village bordering India and Pakistan and it stars Vinay Pathak and Ranvir Shorey.
    
"The movie will be directed by newcomer Pritam Jolly. Gulzar has liked the script and is likely to pen the lyrics," he said.
    
Let's Talk Love will be shot in Fiji and will be directed by Nandita Kothari. It stars Madhavan and Prachi Desai. "We are talking to Arjun Rampal for another important role," Arora added.


Read more at: http://movies.ndtv.com/movie_story.aspx?ID=ENTEN20100153858&cp

Kansara Samaj History part - 2

કંસારા જ્ઞાતિની ઉત્પત્તિ અને ઈતિહાસ  લેખાંક - ૨ (છેલ્લો)

ધાતુના વાસણો બનાવવાની કળા ભગવાન શિવની આજ્ઞાાથી વિશ્વકર્માએ શીખવેલી
ગુજરાત સિવાય બીજા પ્રદેશોમાં કંસારાઓ કયા કયા નામે ઓળખાય છે?  


સોનકંસારી  ભાણવડ નજીકના સુપ્રસિદ્ધ ધુમલી ડુંગર પર ચડતાં વચ્ચેથી ફંટાતી એક કેડી જાણે પ્રાચીન સમય તરફ લઇ જતી હોય તેવું લાગે છે. અહીં બરડામાં આવેલા સોનકંસારીના પૌરાણીક સ્થાપત્યો એટલે નાના-મોટા મંદિરોનો એક સમુહ જે સાતમી સદીથી માંડી નવમી સદી સુધીમાં નિર્માણ પામ્યા હતાં. આ સમયગાળો મૈત્રકકાલીન અને સેંધવકાલીન ગણાય છે તે સમયમાં પથ્થરોને કંડારી જીવંત કરવાનું કાર્ય અત્યંત જટિલ રહ્યું હશે જે ખરેખર કાબિલેદાદ છે. સમય વીતતા આ કલાત્મક મંદિરો ભગ્ન થવા લાગ્યા છે. અમુક તો માત્ર પથ્થરોના ઢગ બની વેરાઇ રહ્યા છે. પ્રસ્તુત દ્રશ્યમાં સોનકંસારીના શિખર પર ફુટી નીકળેલી લીલીકુણી ડાળીઓએ જાણે કૃષ્ણના મોરમુકુટ જેવો કલાત્મક ઓપ આપ્યો હોય તેવું જોઇ શકાય છે.
કંસારા જ્ઞાાતિના ઈતિહાસમાં એમના વંશજ સહસ્ત્રાર્જુન રાજવી હોવાનું એમના વિષેનો જે ગ્રંથ કાલિકાપુરાણ છે એમાં મળે છે. એ રાજવીની કથા આવી છે.
વિશ્વામિત્રથી અપ્સરાઓ ઉર્વશી, મેનકા, રમ્ભા અને જાલપંચીને અનુક્રમે શ્વતાક્ષી, શ્વેતમાલા, ચંદ્રાસ્યા અને ચંદ્રિકા એમ ચાર કન્યાઓ જન્મે છે જે જમદગ્નિના આશ્રમમાં મોટી થતી હોય છે. રાજા સહસ્ત્રાર્જુન જમદગ્નિ પાસે આ કન્યાઓના હાથની માગણી કરે છે, જે જમદગ્નિ માન્ય રાખી ચારે કન્યાઓને તેની સાથે પરણાવે છે. એક વાર કાફલા સાથે શિકારે નીકળેલ રાજાને રેણુકાની સલાહથી લાવલશ્કર સાથે જમવાનું નિમંત્રણ આપે છે. રાજા ત્યાં કામધેનુ ગાય જૂએ છે, તેની માંગણી કરે છે પણ જમદગ્ની તે ગાય ઈન્દ્રની થાપણ હોવાથી રાજાને આપવાની ના પાડે છે. રાજા બળજબરીથી ગાયનું હરણ કરે છે. જમદગ્ની- રેણુકા હણાય છે જે પુત્ર પરશુરામને જાણ થતાં તે શૈવી અને ગાણેશ્વરી વિદ્યાઓ પ્રાપ્ત કરી સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરે છે. સહસ્ત્રાર્જુનના ૧૦૦૦ હાથ કાપવા છતાં ફરી ઊગે છે. ગણપતિની સલાહ મુજબ પરશુરામ રાજાના હૃદયમાં રહેલ અમૃત કૂપીનો નાશ કરી સહસ્ત્રાર્જુનને હણે છે.
પરશુરામ જ્યારે ગર્ભવતી રાણીઓના ગર્ભને હણનારું બાણ છોડવાની તૈયારી કરે છે ત્યારે રાજાની શ્વેતાક્ષી વગેરે ચાર ગર્ભવતી રાણીઓ ગર્ભને બચાવવા કરગરે છે. આ જન્મ થશે તે બાળકો ક્ષત્રિયની વૃત્તિ ન કરતાં વૈશ્યોની જ વૃત્તિ કરશે એવું કન્યાઓ પાસે વચન માગી ગર્ભોને જીવાડે ેછે. આ ચાર રાણીઓને જયન્ત, વિજય, વનમાળી અને જયદ્રથ એવા ચાર પુત્રો જન્મે છે. ઉમરલાયક થતાં તેઓ માતાની પાસેથી પોતાના પિતાના વધની વાત જાણી પરશુરામ પર વેર લેવાનો નિશ્ચય કરે છે. પરંતુ માતાઓ તેમને તેમન કરવા સમજાવે છે. છતાં પરશુરામને મારવાના આશયથી શિવનું તપ કરી પ્રસન્ન કરે છે. પરશુરામે સરસ્વતીને અવળી વાણી થવા વિનંતી કરી તેથી વરદાન માંગવા ચારે યુવાનો ''બાણે જયં દેહિ''ને બદલે ''વાણિજ્યં દે હિ'' એવું ઉચ્ચારે છે.
શંકર 'તથાસ્તુ' કહે છે. રાજ પુત્રો ભૂલ સમજાતાં દુઃખી થાય છે. શિવની આજ્ઞાથી વિશ્વકર્માનું આવાહન કરે છે. અને વિશ્વકર્મા પાસેથી કાંસાના વાસણો બનાવવાની કળા શીખે છે. વિશ્વકર્મા તેમને કાલિકાનો મંત્ર તથા ઓજારો આપે છે.
રાજપુત્રો ધાતુના વાસણો બનાવી ઊંટ પર લાદી વેપાર કરવા દક્ષિણમાં જાય છે. રસ્તામાં ''શંકર'' બ્રાહ્મણ મળે છે જે તેમને કાંચીપુર લઇ જાય છે. ત્યાં આ ચારેના નામ બદલી અનુક્રમે ઈન્દ્રસેન, રુદ્રસેન, ભદ્રસેન અને વીરસેન એવા બીજા નામ પાડે છે. આ ચારે જણા દુકાન ટખોલી વાસણો તથા દર્પણ ગોઠવે છે. કાંચીપુરના રાજાની કુંવરી ચંદ્રાસ્યાને દર્પણ ગમી જતાં લઇને ચાલવા માંડે છે. રાજપુત્રો તેના હાથમાંથી દર્પણ ઝૂંટવે છે. રાજાએ લશ્કર મોકલ્યું તેને રાજપુત્રોએ નાશ કર્યો. રાજાનો પુત્ર પણ કેદ થયો. છેવટે રાજા સમાધાન કરી ચારેને રહેવા મહેલ આપે છે. આ ચારે રાજપુત્રોની સેવામાં રાખેલા નાપિત (વાણંદ) પાસેથી તેમના મૃત્યુનું કારણ જાણી લઇ રાજા ચારેને મહેલમાં બોલાવી હજામત કરી, માલિશ કરાવે છે અને સ્નાન કરે તે પહેલાં પકડી લ્યે છે. અપવિત્ર સ્થિતિમાં ચારે કાલિકાનો મંત્ર ભણી શકે તેમ ન હોવાથી માતાજીની મદદ મળતી નથી. રાજા ચારેને હાથીના પગ તળે ચગદી નાખવાનો હુકમ આપે છે. તેમાં ત્રણને મારી નંખાય છે. ચોથા વીરસેનને મારવાના સમયે શંકર બ્રાહ્મણ ત્યાં ઉપસ્થિત થઇ વીરસેનને ઈશારાથી પાણી માગવા કહે છે. વીરસેને પાણી માંગતા શંકર બ્રાહ્મણ કમંડળમાં ગંગાનું આવાહન કરી વીરસેનને પ્રથમ નવડાવી પછી પાણી પીવડાવે છે. આમ પવિત્ર થયા બાદ વીરસેન કાલિકા મંત્ર જપે છે. માતાજી પ્રગટ થઇ લશ્કરનો નાશ કરે છે. માતાજી રાજાને બાંધે છે અને વીરસેનને ખોળામાં બેસાડી તેના પગ પાસે રાજાને બેસાડે છે. શંકર બ્રાહ્મણ માતાજી પાસે ત્રણ વરદાન માગે છે. (૧) વીરસેનનો વંશ વિસ્તારો (૨) વીરસેનની કુળદેવી બનો (૩) રાજાનું રક્ષણ કરો. માતાજી તથાસ્તુ કહે છે. વીરસેનનું નામ બદલી ધર્મપાલ રખાય છે. રાજાની પુત્રીના લગ્ન ધર્મપાલ સાથે થાય છે. ત્યાંથી ધર્મપાલ હરદ્વાર માતાઓ પાસે આવે છે અને માતાના મૃત્યુબાદ તે ત્ર્યંબાવતી (સ્તંભાવતી-ખંભાત) આવે છે. ત્યાંનો રાજા બને છે. ૩૫ દેશોની રાજકન્યાઓને પરણે છે. તેના સંતાનો કંસારાઓ કહેવાય છે. આ કંસારાઓના ૧૮ જૂથ બને છે. આ પોથીમાં કુલ ૩૦ અધ્યાયમાં ૨૪૦૮ શ્લોકમાં આ કથા વર્ણવેલ છે.
નાસિકવાળી પોથીના અધ્યાય ૧૫-૨૦નો સાર - રાહુને હણ્યા પછી વિષ્ણુ આરામ કરતા પહેલાં પોતાની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે લક્ષ્મીને સૂચના આપે છે કે કોઇ રાક્ષસ ઊંઘમાં ખલેલ પહોંચાડવા આવે તો તેને મારી નાખવો. વિષ્ણુ ઊંઘી જાય છે, ત્યારે સૂર્યનો પુત્ર ઘોડાનું રૃપ લઇ ત્યાં આવે છે, લક્ષ્મી તેને રાક્ષસ માની મારે છે પણ મરતા મરતા ''હરિ'' એમ ઉચ્ચારે છે તેથી વિષ્ણુ જાગે છે અને ઘોડાના વધથી ગુસ્સે થઇ લક્ષ્મીને શાપ આપે છે, ''તું પૃથ્વી પર ઘોડી તરીકે જન્મ પામી દક્ષિણમાં પંપા પાસે રહે.'' લક્ષ્મી વિષ્ણુને સામે શાપ આપે છે, ''તમે પણ કિષ્કિંધામાં સાપ બનશો. બાર વર્ષ મારી સાથે રહી ક્ષત્રિયોનું એક કુળ ુઉત્પન્ન કરશો.'' લક્ષ્મી ગોડી બની ક્રિષ્કિંધાના રાજા કુંભકર્ણ પાસે અને સંકર્ષણ બ્રાહ્મણ પાસે રહેતી હોય છે. ઘોડી ૧૧ વર્ષની થાય છે, વિષ્ણુ સાપ બની રાફડામાં રહે છે. આકસ્મિક રીતે ઘોડી સાપથી ગર્ભ વાળી થઇ તેથી એક પુત્ર અવતર્યો તે ''એકવીર'' જેણે ''અહિ'' અને ''હય'' એ બે નામવાળુ ''અહિહય'' (હૈહય) ગોત્ર સ્થાપ્યું. બાળકનો ઉછેર કલિંગ દેશમાં ગૌતમ મુનિ પાસે થાય છે. ગૌતમ આ બાળકને દત્તક વિધિથી વારાણસીના રાજા પુરૃરવાને સોંપે છે. એકવીર મહેન્દ્ર નામના રાક્ષસનો સંહાર કરે છે. અને ઈન્દ્રની જયન્તી વગેરે આઠ કન્યાઓને પરણે છે. જયન્તીનો પુત્ર તે કૃતવીર્ય. આ કૃતવીર્ય વરુણની પુત્રી હીરાવલીને પરણે છે. તેનો પુત્ર કાર્તવીર્ય થાય છે. તેના લગ્ન ઈન્દ્રદમન રાજાની કન્યા રાકાવતી સાથે થાય છે. કોઇ કારણસર ઉદ્દાલક ઋષિ રાકાવતીને શાપ આપે છે કે તેનો પુત્ર જન્મશે તે ઠુંઠો હશે. આ પુત્ર પૂર્વ જન્મમાં મધુ નામનો રાક્ષસ હતો. જેના હાથ વિષ્ણુએ કાપ્યા હતા અને પછીના ભવમાં ૧૦૦૦ હાથ થશે તેવું વરદાન આપેલું. આ પુત્ર વાને ગોરો હોઇ તેનું ''અર્જુન'' નામ પાડેલું જેને દત્તાત્રેયના આશિષથી ૧૦૦૦ હાથ પ્રાપ્ત થયેલા. કુલ ૩૦ અધ્યાયમાં ૨૩૯૮ શ્લોક છે.
ભારતના જુદા જુદા પ્રદેશોમાં કંસારાઓ માટે જુદા જુદા નામો પ્રચલિત થયા છે ઃ-
(૧) ગુજરાત... કંસારા
(૨) મારવાડ, ઉ.પ્રદેશ... કસેરા, ઠઠેરા (ઘડવાના ઠકઠક અવાજથી)
(૩) બંગાળ... કંસારી
(૪) મધ્યપ્રદેશ- વિદર્ભ... કાંસાર
(૫) મહારાષ્ટ્ર... તાંબટ
(૬) મૈસુર... કંચુગર, ગજ્જેગર, બોગાર, ભરાવા
(૭) તામીલનાડુ... કમ્માલર
(૮) આંધ્ર... કંસાલ, પાંચાલ
બનારસી કંસારાઓમાં પુરબિયા, પછવાન, ગોરખપુરી, ટાંક, તાંચરા (ઠઠેરા), ભરિઆ, અને ગોલર એમ સાત પેટા વિભાગ છે.
બંગાળી કંસારાઓમાં સપ્તગ્રામી અને મોમદાબાદી એવા બે મુખ્ય વિભાગો છે. જેમાં દાસ, પ્રામાણિક અને  પાલ એવી અટકો છે.
દક્ષિણ ભારતમાં પાંચાલ એટલે પાંચ વર્ગ જેમ કે અગસાલ (સોની), બોગાર કે કંચુગાર, કમ્માર કે લોહાર, બદગી (સુથાર) અને કલ્લુકુતક (સલાટ) એવા પાંચ વિભાગો છે જેના કુલ ૧૬ પેટા વિભાગોની વિગતો જાણવા મળે છે. ગજ્જેગર  કંસારાઓ નૃત્યાંગનાઓના ઝાંઝરની ઘુઘરી ઘડે છે.
નાસિકના કંસારાઓ મૂળ ચાંપાનેર- ગુજરાતમાંથી ત્યાં ગયા છે. તેઓ તાંબટ કહેવાય છે. મહમદ બેગડાએ ઈ.સ. ૧૪૮૪માં પાવાગઢ- ચાંપાનેર પર જય મેળવતા તેનું પતન થયું અને લગભગ ઈ.સ. ૧૫૧૦ આસપાસ કંસારાઓ ત્યાંથી નીકળી ખાનદેશના નિઝર ગામે વસ્યા તેથી નિઝરીઆ કહેવાયા. ત્યાંથી એક સમુદાય ઓઝર ગામે ગયું તે ઓઝરીયા  કહેવાયા.
આ ઉપરાંત પુસ્તકમાં ઉ.ગુજરાત, મધ્ય ગુજરાત, સુરત વિ. વિભાગના જુદા જુદા ગોળ, જ્ઞાાતિ, રીવાજો વગેરેની વિસ્તૃત માહિતી ઉપલબ્ધ કરાવાઇ છે.
સાંપ્રત સમયમાં કંસારા સમાજની વ્યવસાયિક તેમજ આર્થિક પરિસ્થિતિ.
કંસારા સમાજનો પરંપરાગત વ્યવસાય તો તાંબા- પિત્તળના વાસણોને ઘડવા, રીપેર કરવા તથા વેંચાણ કરવાનો છે, પરંતુ સાંપ્રત કાળમાં આ વ્યવસાયને જાળવી રાખવો કઠીન બન્યો છે. અને તેને કારણે સમગ્ર સમાજના લોકોનું અર્થતંત્ર ડામાડોળ બન્યું છે જેનું મુખ્ય કારણ છે સ્ટીલના વાસણો. જ્યારથી સ્ટીલના વાણસોનો વપરાશ વધ્યો છે ત્યારથી તાંબા પિત્તળના વાસણો નામશેષ બન્યા છે. સ્ટીલના વાસણોના ભંગારની ઉપજ નહિવત હોય છે. તાંબા પિત્તળના જુના વાસણોનો ભંગાર ખરીદી તેમજ સામે નવા માલ વેંચાણ બન્નેમાંથી વેપારીઓને મળતર રહેતું. અગાઉ જે દિપાવલી જેવા તહેવારોએ કે પુષ્યનક્ષત્ર જેવા શુભ ચોઘડિયામાં વાસણોની ખરીદી થતી તેને સ્થાને ઈલેકટ્રોનીક આઈટમો જેવી અન્ય વસ્તુ ખરીદાય છે. ૪૦-૫૦ વર્ષ પહેલાં રીપેરના કારીગરની દુકાને રોજના ૧૫-૨૦ તપેલા બેડા જેવા વાસણો રીપેરમાં આવતા- આવા સીનીયર સીટીઝન કારીગરોને વ્યવસાય બદલી કરી ન્યુઝ પેપર ડીલીવરી જેવા સાધારણ કામથી આજીવિકા ચલાવવી પડે છે. બીજી તરફ લગ્ન જેવા પ્રસંગોએ વાસણો ભેટ દેવાની પ્રથા હતી તેને સ્થાને લગ્નપત્રિકામાં ''વાસણ પ્રથા બંધ છે'' આવા વાક્યો વાંચવા મળે છે.
 કારખાનાઓમાં સ્ટીલના વાસણો બને છે તે ઉદ્યમમાં કંસારા સિવાયની ઈત્તર જ્ઞાાતિઓ ઉદ્યોગ કરતી થઇ છે. આમ કંસારા ઉદ્યોગ ભાંગતો જતો હોવાથી આ સમાજના યુવાનો અભ્યાસેત્તર- ઉચ્ચ શિક્ષણ મેળવી ઈજનેરો, ડોકટરો, સરકારી કે બેંકમાં સર્વિસ જેવા ઈત્તર વ્યવસાયમાં પ્રવૃત્ત થવાથી કાંસ્યકલા ભુલાતી જાય છે.

બ્રેકિંગ ન્યુઝ - મહાકાળીની કથા વર્ણવતી ''કાલી-ધ-વોરીયર ગોડેસ'' નામની ૩-ડી હિન્દી ફિલ્મ ટુંક સમયમાં ઉતરશે તેમાં ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન 'વાકા-વાકા' સોંગ ફેઇમ મશહુર પોપસિંગર શકીરા મહાકાળીની ભૂમિકા ભજવશે.  

Monday, 21 November 2011

મોરારિબાપુના સાહચર્યમાંથી

‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને….’ આવું કેમ લખ્યું હશે ? હરિનો મારગ તો પરમ સમીપે પહોંચવાનો મારગ. પરમ આનંદના પ્રદેશમાં પહોંચવાનો મારગ. પ્રેમપ્રદેશમાં પહોંચવાનો મારગ. આ મારગ જ શૂરાનો ?
આધુનિક શોધખોળો દ્વારા મૂળભૂત સિદ્ધાંતો, વેદવિચાર અને ઋષિવાણીને વૈજ્ઞાનિક આધાર મળતો અનુભવાય છે. બધું જ પરસ્પર જોડાયેલું છે. ક્યાંક કોઈક ભૂલ ક્યાંક અતિવૃષ્ટિ થઈ વરસે છે. દઝાડતી-બાળતી ગરમી થાય છે. મૂંગા અને નિર્દોષ પશુઓની કતલ, વૈજ્ઞાનિક શોધોને નામે થતી હિંસા ધરતીનો ભાર બને છે. બે ઘટનાઓ સાથે થતી દેખાય છે. એક તરફ કોઈના જીવનમાં સાવધાની છે, સમર્પણ છે અને સમજણ છે. તો બીજી તરફ વળગણપૂર્વક ભૂલોને જિવાય છે. સ્વાર્થ, ઈર્ષા, દ્વેષ, અહંકાર જેવા નકારાત્મક સ્વભાવદોષોથી જિવાતું જીવન ગ્લોબલ વોર્મિંગમાં અભિવૃદ્ધિ કરે. આપણેય ખરા છીએ ! કરોળિયાનાં જાળાંની જેમ સ્વભાવદોષના તાંતણાઓ એવા કુશળતાપૂર્વક અને મનોવૈજ્ઞાનિક સમજણના વાઘા પહેરાવી ગોઠવ્યા હોય કે સામેવાળો સપડાય. કરોળિયો મુક્ત….!

હરિના માર્ગે ચાલવા ત્રાજવું લેવું પડે. તટસ્થાપૂર્વક સ્વનું સતત મૂલ્યાંકન કરી સાચા વૈદની માફક જાતને દર્દી બનાવી પથ્યાપથ્ય આપીએ ત્યારે કદાચ તે માર્ગ તરફ ડગ માંડવાની ક્ષમતા આવતી હશે. છૂપા રાગ, છૂપો દ્વેષ, અહંકાર ને ક્ષમતા વિનાની અપેક્ષાઓ, આવાં આવાં બંધનોમાં રમમાણ રહેતા જીવ માટે હરિનો મારગ અઘરો છે. પહેલાં જીવવું, પછી બોલવું અને એથી આરપાર ઊતરવું. આવું સૂત્ર બાપુના જીવનમાં ચરિતાર્થ થયેલું અનુભવાય. કેવળ શબ્દોનો વ્યાપાર, વાણીના વિલાસ અને જીવીને બોલાયેલી વાણી – આમાં ફેર છે. શબ્દ જો બ્રહ્મ ગણાયો હોય તો ખાલીખમ કેમ લાગે છે ? વજનદાર, ધારદાર, ચોટદાર ને આરપાર ઊતરનારો કેમ નથી બનતો ? ફક્ત વાણીવિલાસ કેમ બની રહે છે ? કે પછી લોકો પાસે આડંબરને પકડી પાડવાની ‘સિક્સ્થ સેન્સ’ છે ! રોજિંદા જીવનવ્યવહારમાં સ્પષ્ટ અને સ્વસ્થ સમજણ હોય તો જ વાત બને. ખુદના આનંદ માટે જીવનારો ખુદાને પણ આનંદ આપી શકે છે. પરિતૃપ્ત જીવન માટેની ખેવના કેટલી ? હૃદયના અતલ ઊંડાણમાં, ઉચ્ચ જીવનની અભીપ્સા પડી હોય ત્યારે જ મહાન ઈમારત ખડી થઈ શકે.
બાપુનું એક વાક્ય પણ આ સંદર્ભે યાદ આવે : ‘સમાજને પ્રભાવિત કરવો સહેલો છે, પ્રકાશિત કરવો અઘરો છે. પ્રભાવિત તો મદારી પણ કરે છે. જેને આપણે ‘પાગલ’ કહીએ છીએ તે પણ કરે છે. પ્રકાશિત કરવા પોતાનું તપ જોઈએ.’ તપવામાં જ કસોટી છે. આવી કસોટી માટેની તૈયારી કેટલી ? આવા તપ માટેની પ્રતિબદ્ધતા હોય ત્યારે એ તાવણીમાંથી આનંદ નીપજે, નિર્ભાર કરે, વિશ્રામ આપે.
અમુક માણસો અમસ્તા મૂઠી ઊંચેરા નથી બનતા. सियाराम मय सब जग जानी । करउ प्रनाम जोरी जुग पानी ।। બહુ જાણીતી આ ચોપાઈ જીવવામાં કદાચ એટલી જ અઘરી છે. આપણને તો આપણા ‘હેતુઓ’ ધકેલતા રહે છે. પદ, પ્રતિષ્ઠા અને પૈસા પાછળની છૂપી એષણાઓ તાકાતને તોડી નાખે છે. મન વળી તેના માટે રમત આદરે છે. સમાજ આ ઘટનાને ઓળખે છે, એટલે અનુભવે કહેવત ભેટ ધરે છે : ‘દેખાડવાના જુદા…. ચાવવાના જુદા….!’ ઉક્ત ચોપાઈને જીવવાની તીવ્રતમ ઈચ્છા અને પ્રયાસ મૂઠી ઊંચેરાની પદવી આપે. તે માટે સહન કરવું પડે અને તેથી આ મારગ છે શૂરાનો. કાચ અને હીરા વચ્ચેનો ભેદ સમજવાની વાત છે. કાચનો ટુકડો અને હીરા વચ્ચેનો ભેદ જેને જલદી સમજાય તે હરિના મારગે ચાલી શકે. વિપુલ જળરાશિથી છલકાતી, સંતનાં ચરણપ્રક્ષાલન માટે બે કાંઠે વહેતી સાબરમતીમાંથી એક જ લોટી પાણી લેનાર ગાંધીજી અખિલાઈને સમજીને જીવી શક્યા. મારાં જ ચશ્માંમાંથી મને દેખાતું જગત જ સાચું એ અધૂરપની નિશાની નથી શું ?
जे श्रद्धा संबल रहित नहि संतन्ह कर साथ ।
तिन्ह कहुँ मानस अगम अति जिन्हहि न प्रिय रघुनाथ ।। (बालकांड-38)
શ્રી રામચરિત માનસના આ દોહામાં ગોસ્વામીજી નિર્દેશ કરે છે. શ્રદ્ધાનું સંબલ હરિના મારગે ચલાવે. સંતનો સાથ ! સંત કોણ ? જ્યાં ‘હું’ નથી પણ ‘તું’ છો….. તેવો ભાવ સતત જિવાતો હોય તે સંત… સ્વનું વિસર્જન હોય, પારકા પણ જેને પોતાના લાગે તે સંત…. જેને કોઈ તંત ન હોય તે સંત…. રઘુનાથ ? શું સનાતન પરંપરાના એક અવતાર જ માત્ર ? કે પછી અત્યંત વિસ્તૃત વ્યાખ્યાઓમાં ઢાળી શકાય, છતાંય જેનો પાર ન પામી શકાય તે રઘુનાથ ?
પ્રેમના મારગે ચાલવા એથી જ છાતી જોઈએ. અન્યનો વિચાર. અન્યના કલ્યાણનો વિચાર. મનુષ્યમાં પડેલી સારપનો વિચાર. આત્મખોજ દ્વારા સતત સ્વમૂલ્યાંકન. ઉપર ઊઠવાની વાત. વર મરો, કન્યા મરો…-વાળો ઘાટ ન ચાલે. સમજણપૂર્વકનો ત્યાગ. પરમ પ્રત્યેની ઊંડી સમજણ. જાતને ઓગાળવાની તૈયારી અને બધી જ બાબતોને આચારમાં મૂકવાનું સાહસ…. મરજીવા બનવાનું સાહસ. બહુ શાંતિથી જોતાં પ્રેમને મારગ ચાલવાની કલ્પના થતી રહે છે. તીવ્રતા નથી અનુભવાતી ! દ્વેષ અને ઈર્ષાની એવી તો જબરી પકડ હોય છે કે ભલભલા છક્કડ ખાઈ જાય છે. મોરારિબાપુને ઉક્ત ભૂમિકાએ જોઉં છું તો કેટકેટલા આયામો સામે આવી જાય છે…. સમતા પણ સ્વભાવ હોય છે. અન્યના વિચાર પણ સ્વભાવ બનવા લાગે છે. મારી વાતના અનુસંધાને આવા એક-બે પ્રસંગો મૂકું.
કૈલાસ ગૌશાળાનો પરિસર શ્રી પાર્થિવભાઈની સૂઝ ને મહેનતને લઈ રમણીય બન્યો છે. થોડાં વૃક્ષો, લોન તથા નિરાંતે વાગોળતી ગાયોની ડોકે રણકતી ઘંટડી. સત્ય અને પ્રેમ (બાપુના પૌત્રો)નો જન્મદિવસ હતો. પાર્થિવભાઈએ કૌટુંબિક મિલન રાખ્યું હતું. અમે કેટલાક તથા બાપુના ભાઈઓનો પરિવાર. બાળકોના આનંદને લઈ નાનું મિલન હતું. 2-3 કિલોની કેક હતી. હનુમાન ચાલીસાનો પાઠ થયો. સત્ય-પ્રેમ બન્નેએ કેક કાપી. સૌએ મોં મીઠું કર્યું. પછી જમવાનું હતું. અચાનક બાપુ કહે :
‘ગૌશાળાની બહાર પેલા પ્લાસ્ટિકના ટુકડા નાખી ઝૂંપડાંમાં રહેતા ગોધરાવાળા મજૂર પરિવારનાં બાળકોને બોલાવો…..’ બાળકોને જ્યારે કેક ખાતાં ને જમતાં જોયાં ત્યારે બાપુની સંવેદનશીલતા, વ્યક્તિગૌરવ, સમજણ ને કરુણામૂલક દષ્ટિને મનમાં ફરી એક વખત વંદન કરતો રહ્યો. સત્ય-પ્રેમના જન્મદિનની કેવી ઉચિત ઉજવણી !
એક તાજો જ દાખલો. તલગાજરડાની કૈલાસવાડી બાપુને ગમતું સ્થાન. આ જગ્યામાં સુંદર બગીચો છે જેની દેખભાળ ગામના હરિજન પાલાભાઈ કરે. અચાનક જ બાપુએ પૂછ્યું : ‘પાલા…. ચાલ મારી સાથે મુંબઈ આવવું છે ?’ પાલાભાઈ દિગ્મૂઢ ! ક્યારેક ફૂલછોડને પાણી પાતાં પાતાં પાલાભાઈએ વિમાન કેવું હશે ? મુંબઈ કેવું હશે ? એવી કલ્પના કરી હશે પણ આમ સાવ અચાનક જ તે સાકાર થશે તેવું તો સ્વપ્નેય નહીં વિચાર્યું હોય ! અને પાલાભાઈ ખરે જ પ્લેનમાં ઊડ્યા ! સામાન્ય માણસને પ્રસન્ન રાખવાની આ તે કેવી કાળજી ! તેના ધૂંધળા મનોભાવોમાંથી સાચકલું ચિત્ર દોરી લેવાની આ તે કેવી ખૂબી ! યુ. પી.માં ગંગાકાંઠે શૃંગબેરપુર ખાતે કથા ચાલતી હતી. રોજ સાંજે બાપુ આસપાસના વંચિત પરિવારોને ત્યાં મળવા જાય. આ પરિવારો પાસેથી રોટલાની ભિક્ષા પણ લે. ત્યાંના સરપંચ અને અન્ય આગેવાનો સાથે રહે. દલિતોના એક ગામમાં બનેલી ઘટના. સરપંચ બોલ્યા : ‘બાપુ ! તમે જાણો છો કે કોના ઘરના રોટલા ખાવ છો ? તે ફલાણો છે !’ સરપંચથી ન રહેવાયું. એ જ શાંત અને પ્રસન્ન મુદ્રામાં, સરપંચના પણ મનોભાવના સ્વીકાર સાથે બાપુએ જવાબ વાળ્યો : ‘એણે મારી જાત પૂછી છે તે હું એની પૂછું ?’
‘કાળની કેડીએ ઘડીક સંગ…. રે ભાઈ આપણો ઘડીક સંગ….’માં શ્રી નિરંજન ભગત લખે છે…. ‘એકબીજાને જીતશું રે ભાઈ….. જાતને જાશું હારી’ હારી જવાની તૈયારી હરિના માર્ગની પૂર્વશરત હોઈ શકે…. પણ તેમાં જે આનંદ છે, સંતોષ છે…… સમાધાન છે અને વિશ્રામ છે તે અનુભૂતિની બાબત છે.

Saturday, 19 November 2011

Kansara Samaj History part - 1

કંસારા જ્ઞાતિનો ગૌરવવંતો ઇતિહાસ અને ઉત્પતિ = ૧
કાલિકા પુરાણમાં કંસારા જ્ઞાતિની કથા મળે છે
કંસારાઓ વિષ્ણુ તથા લક્ષ્મીજી દ્વારા આવિર્ભાવ પામેલા અને હૈહયવંશી
કહેવાયા જેના વંશજ સહસ્રાર્જુન હતા
સમગ્ર ભારત વર્ષનો સમાજ જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચાયેલો છ જેમ કે, ક્ષત્રિય, વણિક, બ્રાહ્મણ, સોની, લુહાર, કંસારા, કુંભાર, વાળંદ, કોળી છે. પ્રાચીન કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ પ્રમાણે ચાર જ વર્ણ હતા. સમાજ વિસ્તાર થતા અવાન્તર જાતિઓ અસ્તિત્વમાં આવી, જેની ઉત્પતિ વિષે મનુસ્મૃતિ કે ઇતર સ્મૃતિઓમાં માહિતી ઉપલબ્ધ છે. ભિન્ન ભિન્ન જાતિઓની ચર્ચા છે જે સંસ્કૃત ગ્રંથોમાં છે આ મુજબ છે. (૧) જાતિવિવેક, (૨) બૃહજ્જાતિ વિવેક, (૩) માધવ કલ્પલત્તા, તથા (૪) પરશુરામ પ્રતાપ. ગ્રંથકારો ૧૩૪ જાતિઓ વર્ણવે છે.
(૧) પરમાત્મામાંથી ઉત્પન્ન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર...- ૪
(૨) અનુલોમ લગ્ન દ્વારા મિશ્ર જાતિઓ...- ૬
(૩) પ્રતિલોમ લગ્ન દ્વારા મિશ્ર જાતિઓ....- ૬
(૪) વ્રાત્ય તથા સંકર જાતિઓ...- ૩૬
(૫) ક્ષત્રિયોએ બીજા ધંધા સ્વીકારવાથી (પરશુરામ પ્રતાપમાં ગણાવેલી) જાતિઓ...- ૮૨
કુલ...- ૧૩૪
આ ઉપરાંત જુદી જુદી જ્ઞાતિઓની વિગત કેટલાક જ્ઞાાતિ પુરાણોમાં પ્રાપ્ત થાય છે જેમ કેઃ-
(૧) શ્રીમાળી પુરાણ - શ્રીમાળી બ્રાહ્મણો, શ્રીમાળી વણિક, શ્રીમાળી સોની, ઓસવાલ અને પોરવાળ વણિકોની કથા.
(૨) નાન્દી પુરાણ - નંદવાણા બ્રાહ્મણોની ઉત્પતિ
(૩) ભાર્ગવ પુરાણ - ભાર્ગવ બ્રાહ્મણોની ઉત્પતિ
(૪) ઉદીચ્ય પ્રકાશ - ઔદીચ્ય બ્રાહ્મણોની ઉત્પતિ
(૫) નાગર ખંડ - નાગરોની ઉત્પતિ
(૬) મોઢ પુરાણ - મોઢ બ્રાહ્મણ તથા મોઢ વણિકની ઉત્પતિ
(૭) સરસ્વતી પુરાણ - સારસ્વતોની ઉત્પતિ
(૮) અનાવિલ પુરાણ - અનાવિલ બ્રાહ્મણોની ઉત્પતિ
(૯) શ્રીગૌડ પ્રકાશ - શ્રીગૌડ બ્રાહ્મણોની ઉત્પતિ
(૧૦) મલ્લ પુરાણ - જેઠીમલ બ્રાહ્મણોની ઉત્પતિ
(૧૧) પુરાતન બ્રહ્મક્ષેત્ર - ખેડાવાણ બ્રાહ્મણોની ઉત્પતિ
(૧૨) રૈકવ માહાત્મ્ય - રાયકવાળ બ્રાહ્મણોની ઉત્પતિ
(૧૩) વાયુવાટ્ પુરાણ - વાયડા બ્રાહ્મણ - વાયડા વણિકની ઉત્પતિ
(૧૪) વાલખિલ્ય પુરાણ - ઝારોળાઓની ઉત્પતિ
(૧૫) સાચીહરોપાખ્યાન - સાચોરાઓની ઉત્પતિ
(૧૬) સિદ્ધવાટિકા માહાત્મ્ય - દીશાવાળ લોકોની ઉત્પતિ
(૧૭) કોટયર્ક માહાત્મ્ય - ખડાયતાઓની ઉત્પતિ
(૧૮) કંડુલ પુરાણ - કડોલિયા લોકોની ઉત્પતિ
(૧૯) એકલિંગ માહાત્મ્ય - મેવાડાઓની ઉત્પતિ.
આ ઉપરાંત પણ હિંગુલા પુરાણ (હિંગળાજના વંશજો), વિશ્વકર્મા પુરાણ (કારીગર વર્ગ- વિશ્વકર્માના વંશજો), કાલિકાપુરાણ (કંસારા જ્ઞાતિની ઉત્પતિ) વગેરે પુરાણો દ્વારા પણ માહિતી ઉપલબ્ધ થાય છે.
ધાતુકલાનો વ્યવસાય કરતી મુખ્ય ત્રણ જ્ઞાતિઓ છે 
(૧) સુવર્ણકાર સોની - સોના તથા રૃપા કામ.
(૨) કંસારા કે કાંસ્યકાર - કાંસુ, તાંબા, પિત્તળ, જરમન વિ. કામ.
(૩) લુહાર કે લોહાર - લોઢા કામ
આ પૈકી કંસારા સમાજની ઉત્પતિ કથા કાલિકા પુરાણમાં જોવા મળે છે.
અમદાવાદના કંસારા જ્ઞાતિના પ્રાચીન કાલિકા મંદિરમાં મૂર્તિ ખંડિત માલુમ પડતાં નવી ઘડાવેલ મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૧૫ના વૈશાખ સુદ- ૫ બુધવારના તા. ૧૩-૫-૫૯ના દિને થઈ તેથી દર વર્ષે આ તિથિએ પાટોત્સવ નિમિત્તે ત્યાં કાલિકા પુરાણનું વાંચન થાય છે.
ડો. અરૃણોદય એન. જાની (એમ.એ., પીએચડી, ડિ. લિટ, કાવ્યતીર્થ)એ કાલિકા પુરાણનો સંશોધાત્મક ગ્રંથ ૧૯૭૩માં બહાર પાડેલો છે. તેમણે આ પુસ્તક આલેખવા નાસિકના ગોર શ્રી મુરલીધર ડી. મહેતાનું માર્ગદર્શન મેળવેલ છે.
સંશોધન દરમ્યાન તેમનો કાલિકા પુરાણના બે જુદા જુદા પ્રકારના પુસ્તકોની પ્રત પ્રાપ્ત થઈ.
(૧) વિસનગરની પ્રત જે વિસનગરના શ્રી ચીમનલાલ કંસારાએ પૂરી પાડી.
(૨) નાસિકની પ્રત જે કંસારા ગોર શ્રી મુરલીધર દામોદર મહેતાએ પૂરી પાડી
આ બંને પોથીની કથાનો સમન્વય કરી શ્રી જાનીએ કાલિકાપુરાણ (અનુવાદ) પ્રસિદ્ધ કર્યું. આ ગ્રંથના આધારે આ લેખાંક પોરબંદરના શ્રી હરકાન્તભાઈ રાજપરાએ સંશોધાત્મક માહિતી તૈયાર કરેલી છે.
કંસારા જ્ઞાાતિની ઉત્પતિ વિષેની એક કિવદંતી મુજબ પાંચ ક્ષત્રિય ભાઈઓ પાવાગઢ રહેતા હતા અને કાલિકાના ઝાંઝ વગાડી સેવા કરતા. તેમની ભક્તિથી માતાજી પ્રસન્ન થયા અને તેમને ધાતુ ઘડીને આજીવિકા શરૃ કરવા કહ્યું તથા તેઓ તેમના કુળદેવી થશે એવું વચન આપ્યું.
ગુજરાતમાં કંસારાના મુખ્ય પાંચ જથ્થા છે. (૧) ચાંપાનેરી, (૨) મારુ, (૩) સિહોરા, (૪) અમદાવાદી, (૫) વિસનગરા. આ ઉપરાંત સુરતી કંસારા, કચ્છી કંસારા, કચ્છી કંસારાઓની જેવી વિવિધ પેટાજ્ઞાાતિઓ જોવા મળે છે.
કાલિકા પુરાણ ઉપરાંત વિશ્વકર્મા પુરાણ મુજબ કંસારા જ્ઞાતિની ઉત્પતિ તપાસીએ તો વિશ્વકર્માના ત્રીજા પશ્ચિમ દિશાના અઘોર નામના મુખથી મુખ્ય અહભૂત ગોત્રમાં મૂળ પુરુષ ત્વષ્ટા નામે પ્રગટ કર્યો. આ ગોત્રમાં ઉત્પન્ન થયેલ પુરુષ તથા તેની સઘળી પ્રજાને ૨૫ ઉપગોત્રો કે ગણગોત્રો ફાળવ્યા. આ શાખામાં ત્રણ પ્રવર હોય છે. આ ગોત્રનો વેદ સામવેદ, ઉપવેદ ગાંધર્વવેદ નિયત કર્યો તથા હાક્ષાયણ સૂત્રનું અધ્યયન કરી તામ્ર સંહિતાને ગ્રહણ કરવા આજ્ઞાા કરી આરાધ્ય દેવ બ્રહ્માનું યજન કરવા આજ્ઞાા કરી. તેમજ વર્તુળાકાર કુંડમાં યજ્ઞા કરવા કહ્યું અને તામ્ર સંહિતાને આધારે તાંબા, પીત્તળ, કાંસુ જેવી ધાતુઓમાંથી બનતું શિલ્પકામ કરવા પ્રયોજ્યા. આ શાખાના મુખ્ય ૨૫ ગોત્રોના નામ (૧) સંવર્ત, (૨) યજ્ઞાપાલ, (૩) પ્રતિવક્ષ, (૪) કુશધર્મ, (૫) અતિધ્રાત, (૬) લોકેશ, (૭) પદ્મયજ્ઞા, (૮) વિનક્ષ, (૯) મોહમતી, (૧૦) વિશ્વરૃપ, (૧૧) ઉપાહભૂત, (૧૨) ભદ્રહક્ષ, (૧૩) કાંડવ, (૧૪) વિશ્વેશ, (૧૫) ત્રિમુખ, (૧૬) બૌધાયન, (૧૭) જાતરૃપ, (૧૮) ચિત્રસેન, (૧૯) જયસેન, (૨૦) વિદ્યનસ, (૨૧) પ્રમોન્નત, (૨૨) દેવલ, (૨૩) વિનવ, (૨૪) બ્રહ્મદિક્ષિત અને (૨૫) હરીધર્મા ગોત્રના મૂળપુરુષ ત્વષ્ટાના લગ્ન કૌશિક મુનિની પુત્રી જયંતિ સાથે થયા હતા.
કંસારાઓની મુખ્ય અટકો તપાસીએ તો ગોરખીયા, ગોરસીયા, બુદ્ધ, શેઠ, દંગી, ગોરડિયા, ખાખી, ખોખરા, કાંગડા, દુધેલા, ફાજલીયા, ચીત્રલીયા, કડવાણી, કલથીયા, લાલાણી, માવાણી, મેવચા, પચ્ચીગર, બગાયા, બારમેડા તેમજ રાજપૂતી અટકો ભટ્ટી, ગોહિલ, પરમાર વગેરે જોવા મળે છે.
કાલિકા પુરાણ મુજબ કંસારાઓ શ્રી વિષ્ણુ તથા લક્ષ્મીજી દ્વારા આવિર્ભાવ પામેલા હરિવંશી, હૈહય વંશી કહેવાય છે. આ વંશમાં સહસ્રાર્જુન થયા.
વિસનગરની પોથીમાં ૩૦ અધ્યાયમાં કુલ ૨૩૯૮ શ્લોક છે જ્યારે નાસિકની પોથીમાં ૩૦ અધ્યાયમાં કુલ ૨૪૦૮ શ્લોક છે.
શ્રીમાળ પુરાણ મુજબ શ્રીમાળ નગરમાં કંસારાઓના ૨૦૦૦ ઘર હતા.
વિસનગરની પોથી અનુસાર વંશાવલી તપાસીએ તો રમણીક રાજાની બે પુત્રી (૧) વિદ્યુલ્લેખા યદુ ઉર્ફે હરિવર્મા વેરે પરણી જ્યારે (૨) હેમમંજરી તે હેમતુંગને પરણી, હરિવર્માનો એકવીર થયો જે હેમતુંગની પૌત્રી એકાવલિનેને પરણ્યો એકવીરનો કૃતવીર્ય (ભાનુમતીની પત્ની) અને તેનો કાર્તવીર્ય તથા કાર્તવીર્યનો પુત્ર સહસ્રાર્જુન થયો. નાસિકની પોથી મુજબ એકવીરને જયન્તીથી કૃતવીર્યે, કૃતવીર્યને હીરાવતીથી કાર્તવીર્ય અને કાર્તવીર્યને રાકાવતીથી સહસ્રાર્જુન થયો.
કંસારા સમાજના જ્ઞાતિદેવી કાલિકા માતા છે. જેના મુખ્ય મંદિરો અમદાવાદ, નાસિક, સુરત, ઓજર, વડોદરા, નડિયાદ, ઉમરેઠ, ઉજ્જૈન, આમોદ, ખંભાત, ડભોઈ, ભરૃચ, વગેરે સ્થળોએ આવેલા છે. ધર્મની દ્રષ્ટિએ કંસારાઓ રામાનંદી, શૈવ કે વૈષ્ણવ (જમનાજીની ભક્તિનું પ્રાધાન્ય ધરાવતો જે ગોપાલ સંપ્રદાય) હોવા છતાં કાલિકાને ખૂબ માને છે.
કંસારાના હુન્નરમાં ઉપયોગી ઓજારોના નામ તપાસીએએ તો આંકણી, સાણસી, કાંત, મઠાણું, રેખામણી, હાલકણી, હથોડો, હથોડી, ખોલવણું (પોયણી), સ્ટવ, ઘણ, કાંટો, કાટલાં, કાટખૂણો, પરકાર, મૂસ, ધમણ, એરણ, ખરબંડ, ખીલી, મેખ વિ. નામો જાણવા મળે છે. કાઠીયાવાડમાં શિહોરમાં અને ઉ. ગુજરાતમાં કડી અને વિસનગરમાં તાબા પિત્તળનું કલાત્મક કામ કરનારા કંસારાઓ છે. વાસણો ઉપરાંત બારીક કોતરણીવાળા ખડીયા, કલમ, પાનદાનીઓ, મૂર્તિઓ, દીવીઓ, ઘંટડીઓ વિ. બનાવે છે. સ્થળાંતર કરતા કંસારાઓ કલાઈ કરવાનું કે વાસણો સાંધવાનું કામ કરે છે. કચ્છી કંસારા સોનીઓ મીણકામ તથા જાસ્તી રૃપાના ઘડતરકામમાં માહેર હોય છે. (જસતના મેળવણવાળું જાસ્તી રૃપુ, કાળું ન પડે પણ ગલનબિંદુ નીચું થતા તેનું ઘાટકામ અઘરું પડે કામ કરતા તરત ઓગળે) કંસારાના ગોર તરીકે ઔદિચ્ય, મેવાડા, શ્રીગૌડ અને શ્રીમાળી બ્રાહ્મણો કામ કરે છે. મારુ તથા મારવાડી કંસારા જનોઈ પહેરે છે.
આ કોમ સ્થળાંતર કરતી કોમ છે, તેમજ શહેરોમાં સ્થાયી થયેલ મહાજનો પણ કહેવાય છે. સ્વામી અખંડાનંદ કે જેનું સંન્યાસપૂર્વેનું નામ માણેકલાલ હતું તેઓનો જન્મ કંસારા જ્ઞાાતિમાં થયો હતો તેમને સંન્યાસ લેવો હતો પરંતુ 'તમે શુદ્ર છો, માટે તમને સંન્યાસનો અધિકાર નથી' એમ કહી કોઈએ સંન્યાસ દીક્ષા આપી નહીં. પરંતુ તેમણે કાલિકાપુરાણનો આધાર તેઓ ક્ષત્રિય સહસ્રાર્જુનના વંશજ છે, શુદ્ર નથી એમ સાબિત કર્યું તેથી સંન્યાસ આપવામાં આવેલો.
કાલિકા પુરાણને પદ્મપુરાણના ઉત્તરખંડનો ભાગ વર્ણવ્યો છે. શૌનકની વિનંતી ધ્યાને લઈ સુતપુરાણી કાલિકાખ્યાન કરે છે.
વિસનગરની પોથી અને નાસિકવારી બંને પોથીમાં ૧થી ૧૫ અધ્યાયમાં લગભગ સરખી વાત આવે છે. જ્યારે ૧૫થી ૨૦ અધ્યાયમાં ફેર રહે છે. ૧થી ૧૫ અધ્યાયમાં શરૃઆતમાં શુભ- નિશુંભની કથા આવે છે. જેના દૂતો ચંડ અને મુંડ કાલિકાને જોઈ શુંભ- નિશુંભને તેની સાથે પરણવા લલચાવે છે છેવટે દૈત્યોનો નાશ થાય છે, અને શાંતિ થાય છે. ચાર ગુહ્યકો આવી માતાજીને પગે પડે છે. માતાજીએ પૂછતાં તેઓ ઓળખાણ આપે છે કે, ''અમે ગંધમાદન પર્વત પર રહેનારા ગુહ્યકો છીએ. મતંગ મુનિના કાન આગળ અમે ઘંટડી વગાડી તેથી ગુસ્સે થઈ મુનિએ અમને શાપ આપ્યો. જાવ, મૃત્યુ લોકમાં જન્મ લ્યો અને ધાતુના વાસણો બનાવી આજીવિકા મેળવો.'' આમ આ ગુહ્યકો કંસારા થતા કુળદેવી કાલિકા બન્યા. આગળ ઉપર આ પુરાણમાં તારકાસુર વધની કથા આવે છે. શંકર વિવાહની કથા આવે છે. અહીં ૬૦,૦૦૦ વાલખિલ્યોની ઉત્પતિ કથા આવે છે, સમુદ્ર મંથન, શંકરે વિષ પીધુ તે કથા, રાહુ-કેતુની કથા આવે છે.
હૈહય શબ્દની વ્યુત્પતિ  વિસનગરની પોથી પ્રમાણે હયી (ઘોડી) અને હય (ઘોડો) બંને શબ્દ મળી ''હૈહય'' થયું. જ્યારે નાસિકની પોથી પ્રમાણે અહિ (સર્પ) અને હય (ઘોડી) બંને શબ્દ મળી 'હૈહય' થયું.
વિસનગરની પોથી મુજબ (અ. ૧૫થી ૨૦) એક વખતે સૂર્યનો પુત્ર રેવંત વૈકુંઠમાં આવ્યો. લક્ષ્મી રેવંતના સુંદર ઘોડાને જોવામાં મશગુલ થયા તેથી વિષ્ણુની હાક સાંભળી શક્યા નહી તેથી વિષ્ણુએ લક્ષ્મીને ઘોડી જેવું મોઢું ધારણ કરી પૃથ્વી ઉપર અવતરવાનો શાપ આપ્યો તથા કહ્યું કે, લક્ષ્મીને પુત્ર થશે ત્યારબાદ તે વૈકુંઠમાં પાછી ફરશે. લક્ષ્મીને શંકરના વરદાનથી વિષ્ણુનો ઘોડા સ્વરૃપે સંગ થતા પુત્ર અવતરે છે વિષ્ણુ તથા લક્ષ્મી આ પુત્રને યયાતિના પુત્ર હરિવર્માને સોંપવાનું નક્કી કરે છે.
ત્યારબાદ આ બાળક ચંપક વિદ્યાધરની પત્નીના હાથમાં આવતા ઇન્દ્રને આ બાળક વિષે પૂછે છે. ઇન્દ્ર જણાવે છે કે આ બાળક હાલ તપ કરતા હરિવર્મા માટે છે. તપ કરતા હરિવર્મા સમક્ષ વિષ્ણુ પ્રગટ થાય છે અને હરિવર્માને તે બાળક સ્વીકારવા સૂચવે છે. હરિવર્મા તે બાળકને લઈ પોતાની રાજધાની માયાપુરીમાં પરત થાય છે. બાળકનું નામ એકવીર એવું પાડે છે. આમ હૈહય વંશની કથા આગળ ચાલે છે. એકવીર દ્વારા ધૈનુક અને કાલકેતુ રાક્ષસોનો સંહાર, એકાવલી સાથે લગ્ન અને કૃતવીર્યનો જન્મ તથા ભાનુમતી સાથે લગ્ન અને કાર્તવીર્યનો જન્મ કાર્તવીર્યને ત્યાં ઠૂંઠા બાળકનો જન્મ, આ ઠૂંઠાએ દત્તાત્રેયનું તપ કર્યું તેથી વરદાનમાં ૧૦૦૦ હાથ પ્રાપ્ત થયા. આમ તે સહસ્રાર્જુન કહેવાયો તેણે નર્મદાતટે મહિષ્મતી નગરની સ્થાપના કરી.